ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ઓ* દ્રારા આગામી ઇદે મીલાદ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબની અધ્યક્ષતામાં વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી. ગીર સોમનાથના પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.આર.રાયજાદા તથા એ.બી.ગોહિલ તથા જી.એન.કાછડ તથા વેરાવળ સીટી પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ સાથે ઇદે મીલાદ સબબ નિકળનાર ઝુલુસ વાળા રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ