ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ખોડીયાર નગરમાં રામદેવપીર બાપાના મંદિરે પૂજા અર્ચના
અને ધ્વજ રોહણ કરાયુ હતું. બાદ ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી જે મુખ્ય માર્ગો પર પસાર થઈમાધવરાયજી ભગવાનના મંદિરે થઈ રામદેવપીર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. રામદેવજી મહારાજના મંદિરે ધજા રોહન કરાયું હતું અને બટુક ભોજન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રાચી શહેરમાં ભક્તિમય માહોલ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે આ પ્રસંગે પ્રાચીના આગેવાનો યુવાનો બાળકો બહેનોબોહોળી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહ અને ઉમંગસાથે ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ