ગીર સોમનાથ , 5 સપ્ટેમ્બર (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત રાજ્યકક્ષાનો ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાશે.
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષા એસ.જી.એફ.આઈ શાળાકીય હેન્ડબોલ અંડર-૧૪,૧૭,૧૯ (બહેનો)ની સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે અંગે જિલ્લાની ટીમની યાદીનું પ્રવેશપત્ર dso-sycd-grsn@gujarat.gov.com પર તા.૧૧-૦૯-૨૦૨૫ સુધીમાં અચૂક મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.
અંડર-૧૯ હેન્ડબોલ સ્પર્ધાનું રિપોર્ટિંગ ૧૨-૦૯-૨૦૨૫ તારીખે સાંજે ૫.૦૦ કલાકે સ્વામીનારાયણ ગુરુકૂળ હાઈસ્કૂલ, શંખ સર્કલ, પ્રભાસપાટણ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા.૧૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૭.૩૦થી સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ ખાતે યોજાશે.
અંડર-૧૭ હેન્ડબોલ સ્પર્ધાનું રિપોર્ટિંગ ૧૪-૦૯-૨૦૨૫ તારીખે સાંજે ૫.૦૦ કલાકે સ્વામીનારાયણ ગુરુકૂળ હાઈસ્કૂલ, શંખ સર્કલ, પ્રભાસપાટણ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા.૧૫-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૭.૩૦થી સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ ખાતે યોજાશે.
અંડર-૧૪ હેન્ડબોલ સ્પર્ધાનું રિપોર્ટિંગ ૧૬-૦૯-૨૦૨૫ તારીખે સાંજે ૫.૦૦ કલાકે શ્રી સ્વામીનારાયણ ગુરુકૂળ હાઈસ્કૂલ, શંખ સર્કલ, પ્રભાસપાટણ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા.૧૭-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૭.૩૦થી સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ ખાતે યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ