કોડીનારના ડોળાસા ગામે મેળાનું આયોજન કરાયું, આજુબાજુના ગામડાઓમાંથી માનવ મહેરામણ ઉભરાયો
ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલ સંત વીરા ભગતના મંદિરના મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડોળાસા ગામ ખાતે આવેલ વીરા બાપા ની પાવન ભૂમિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો યોજાયો
કોડીનારના ડોળાસા ગામે મેળાનું આયોજન કરાયું, આજુબાજુના ગામડાઓમાંથી માનવ મહેરામણ ઉભરાયો


ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલ સંત વીરા ભગતના મંદિરના મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડોળાસા ગામ ખાતે આવેલ વીરા બાપા ની પાવન ભૂમિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો યોજાયો હતો. આ વર્ષે પણ મેળાનૂ આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સવારથી જ મેળામાં લોકો આવવા લાગ્યા હતા અને બપોરથી તો લોકોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. ઉપરાંત લેરકા ચીખલી સોખડા અડવીફાફણી બોડીદર સોનપુરા પાંચ પીપળવા માલ ગામ વેરવા સીમાસી આંબાવડ કાણકીયા.ઝાંઝરીયા સહિતના ગામોના લોકોએ લોકમેળાનો આનંદ માણ્યો હતો. આ મેળામાં બાળકોના મનોરંજન માટે અનેક માધ્યમો ઉપરાંત રમકડા અને સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande