ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય માં વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટિવિટી સાથે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આર્ટસ એન્ડ ટીસર પ્રતિજ્ઞાબેનના માર્ગદર્શન હેઠળ 100 થી વધારે બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ કલા પોતાના ટેલેન્ટથી નિર્માણ કરાયું હતું. પોતાના સર્જનાત્મક જ્ઞાનનો ઉપયોગ કરી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન ઉત્તમભાઈ ચાવડા આચાર્ય વાણવીભાઈ શિક્ષક સ્ટાફ દ્વારા તમામ સાતોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ