પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં 15 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી હતી. પરમાર વસંતભાઈ મહેશભાઈએ આચાર્યની જવાબદારી સંભાળી હતી અને સેમેસ્ટર-5ની વિદ્યાર્થીની શેખ સાયબા યુસુફભાઈએ ઉપ આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. શૈક્ષણિક કાર્યના અંતે સેમિનાર હોલમાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરીને ઉમંગભેર વાતાવરણ ઊભું કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક શ્રી જેવત એમ. ચૌધરીએ કર્યું હતું. જ્યારે નિરાકણક તરીકે મદદનીશ પ્રાધ્યાપકો શ્રી એસ.જે. પટેલ, ડૉ. અમર ચક્રવર્તી અને ડૉ. ખુશ્બુ મોદીએ જવાબદારી નિભાવી હતી. શ્રેષ્ઠ વિદ્યાર્થી-શિક્ષક તરીકે સૈયદ વરદા અબ્દુલભાઈ પ્રથમ ક્રમે, માળી વૈશાલી જીતેન્દ્રકુમાર બીજા ક્રમે અને સુથાર દિયા મહેશભાઈ તથા અમીન સુરેખા કેતનકુમાર તૃતીય ક્રમે રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉજવણીનો સમાપન રાષ્ટ્રગાન સાથે કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ