પોરબંદર જિલ્લાના ખેડુતો માટે અગત્યનુ સુચન.
પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે પ્રમાણે મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટી
પોરબંદર જિલ્લાના ખેડુતો માટે અગત્યનુ સુચન.


પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે પ્રમાણે મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટ્રેપ) લગાવવા જોઈએ.

મોલોને ખાઇ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું. લીલી ઇયળ (હેલિઓથીસ) તથા પાન ખાનાર ઈયળના (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો. સફેદ ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો તેમજ ચૂસિયા જીવાતો તેમજ લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ(5% અર્ક) અથવા લીંબોળીનું તેલ 30-40 મીલી અથવા લીમડા આધારીત તૈયાર દવા 20 મિ.લિ. (1 ઈસી) થી 40 મિ.લિ. (0.15 ઈસી) 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ.

લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર 10 ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ( એન.પી.વી.) 10 મિ.લિ. પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા 5.0 કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું અને પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

આ માહિતી માટે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધીકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande