અમરેલી, 5 સપ્ટેમ્બર (હિ.સ.): નગરપાલિકા તથા જિલ્લા પંચાયતના સભ્ય ધીરૂભાઈ માયાણીની ઓફિસ ખાતે ચુંટાયેલ ટીમ, સંગઠન પ્રતિનિધિઓ, સરપંચો અને ચેમ્બર ઑફ કોમર્સ હોદેદારો સાથે સૌહાર્દસભર શુભેચ્છા મુલાકાત કરી.
આજરોજ બગસરા શહેરમાં સાંસદ ભરત સુતરિયાએ મુલાકાત લીધી હતી. તેમના આગમન પ્રસંગે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સદસ્ય ધીરૂભાઈ માયાણીની ઓફિસ ખાતે સૌહાર્દપૂર્ણ શુભેચ્છા મુલાકાત યોજાઈ. આ પ્રસંગે નગરપાલિકાની તાજેતરમાં ચુંટાયેલી ટીમ, સંગઠનના પ્રતિનિધિઓ, તાલુકાના સરપંચો તથા ચેમ્બર ઑફ કોમર્સના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન સાંસદ ભરત સુતરિયાએ બગસરા શહેરના વિકાસ માટે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી અને આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે વધુ સહાય આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે લોકલ સ્વરાજ્ય સંસ્થાઓ સાથે સુમેળ સાધીને કાર્ય કરવું સમયની માંગ છે તેવું પણ જણાવ્યું.
સ્થાનિક આગેવાનો તથા હોદેદારોએ સાંસદ સ્વાગત કરીને વિકાસ માટે જરૂરી વિવિધ બાબતો અંગે રજૂઆત કરી અને સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાતથી શહેરના સર્વાંગી વિકાસ માટે નવી ઊર્જા અને સંકલ્પનો સંદેશ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai