માનસિંહભાઈ ચૌધરીનું શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માન
પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની આદર્શ વિદ્યાલયના માધ્યમિક વિભાગના સુપરવાઇઝર માનસિંહભાઈ એચ. ચૌધરીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પાટણ કોલેજ કેમ્પસના મ્યુઝિયમ હોલમાં આયોજિત સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત અન્
માનસિંહભાઈ ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માન


પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની આદર્શ વિદ્યાલયના માધ્યમિક વિભાગના સુપરવાઇઝર માનસિંહભાઈ એચ. ચૌધરીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પાટણ કોલેજ કેમ્પસના મ્યુઝિયમ હોલમાં આયોજિત સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે તેમને આ સન્માન અપાયું. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ અને આદર્શ પરિવારે તેમની સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યા છે.

માનસિંહભાઈએ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે ગરીબ વિદ્યાર્થીઓના ઘરે જઈ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા અને નબળા વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા વાલી સંપર્ક અને માર્ગદર્શન પર ભાર મૂક્યો. તેઓ વિદ્યાર્થી વિકસીત કરવાની દૃષ્ટિએ રમતગમત, ગણિત-વિજ્ઞાન, તિરંગા યાત્રા, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકોને જોડતા રહ્યા. NMMS અને NTS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તેમણે માર્ગદર્શન આપ્યું.

શાળાના માણેક મહોત્સવ દરમિયાન તેમણે ગામેગામ જઈ લોકફાળો એકત્ર કર્યો અને શાળાને આર્થિક રીતે સશક્ત બનાવી. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી અને પુસ્તકો માટે સહાય કરી. તેમ જ, સમાજના સમૂહલગ્ન જેવા કાર્યોમાં પણ સક્રિય યોગદાન આપ્યું. તેમની આ સર્વાંગી કામગીરીને ધ્યાને લઇ તેમને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande