સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)- સુરત શહેર તથા કામરેજમાં એકલદોકલ રાહદારીઓને નિશાનો બનાવી મોબાઈલ સ્નેચિંગ કરી તરખાટ મચાવનર રીઢા આરોપીને પુણાગામ પોલીસે ઝડપી પાડ્યો હતો.તેમજ આરોપીના કબજામાંથી અલગ આલગ ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં મોબાઈલ સ્નેચિંગના બનતા બનાવો અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.ત્યારે પુણાગામ પોલીસ સ્ટેશનના સર્વેલેન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.ત્યારે મળેલ બાતમીને આધારે આરોપી ભોલુ જેઠુ સોલંકી (રહે -અભયનગર સોસાયટી,વરાછા ) ને પાડ્યો હતો.અને તેના કબ્જામાંથી અલગ અલગ કંપનીના રૂ. 29 હજારની કિંમતન 3 મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોબાઈલ સ્નેચર છે,અને તે ખાસ કરીને એકલદોલ રાહદારીઓને નિશાનો બનાવી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો.આરોપીએ અગાઉ કામરેજ અને શહેના વરાછા તથા ઉત્રાણ પોલીસ મથકોના વિસ્તારોમા મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને આપ્યો આપ્યો છે.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે