પોરબંદર માં 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોકઅદાલત યોજાશે.
પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી એસ.એચ. બામરોટીયા એ જણાવ્યું છે કે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદર ધ્વારા આગામી તા.13/09/2025 ના રોજ નેશનલ લોક અદાલત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરા
પોરબંદર માં 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોકઅદાલત યોજાશે.


પોરબંદર, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી એસ.એચ. બામરોટીયા એ જણાવ્યું છે કે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદર ધ્વારા આગામી તા.13/09/2025 ના રોજ નેશનલ લોક અદાલત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની રોવા સત્તા મંડળ ના નિર્દેશો મુજબ યોજાશે પોરબંદર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત નો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજયનાં કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ અને ગુજરાત રાજય કાનુની સેવા રાતા મંડળ નાં મુખ્ય સંરક્ષક જસ્ટીશ એ.વાય કોગજે ધ્વારા તમામ કાનુની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપેલ છે. આ લોક અદાલત માં રાજય ના કોઈપણ જિલ્લા, તાલુકા ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત બાં વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકી શકાય છે.

જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પોરબંદરના ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીસ પી.સી.જોષી ધ્વારા તથા જીલ્લા કાનૂની રોવા સતા મંડળ, પોરબંદરના સેક્રેટરી એસ.એચ.બામરોટીયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પુર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે. આ અવસર નો લાભલેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનુની સેવા સત્તા મંડળની ઓફીસ નો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવો અથવા રાજય કાનુની સેવા સત્તા મંડળ ની વેબસાઈટ નો સંપર્ક કરવો.

લોક અદાલત એટલે લોકોની અદાલત ના કોઈનો વિજય ના કોઈનો પરાજય જેથી આ બાબતની નોંધ લઈ અને લોક અદાલતનો વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande