પાટણ જિલ્લામાં ઇમર્જન્સી સેવાને નવી દિશા – ERSS-112 શરૂ
પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે ઇમર્જન્સી રિસ્પોન્સ સેવા (ERSS-112)નો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે નાગરિકો માટે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ માટે એક જ નંબર 112 પર કૉલ કરી શકાશે. સમગ્ર જિલ્લામાં માટે 16 ઇમર્જન્સી રિસ્પ
પાટણ જિલ્લામાં ઇમર્જન્સી સેવાને નવી દિશા – ERSS-112 શરૂ


પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે ઇમર્જન્સી રિસ્પોન્સ સેવા (ERSS-112)નો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે નાગરિકો માટે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ માટે એક જ નંબર 112 પર કૉલ કરી શકાશે. સમગ્ર જિલ્લામાં માટે 16 ઇમર્જન્સી રિસ્પોન્સ વાહનો (ERV) ફાળવવામાં આવ્યા છે, જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી. ચૌધરી અને 112 સેવાના નોડલ અધિકારી બળદેવભાઈ દેસાઈએ ERV વાહનોને લીલી ઝંડી બતાવી હતી. આ તમામ વાહનોને આધુનિક ટેક્નોલોજી અને સગવડોથી સજ્જ રાખવામાં આવ્યા છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ઇમર્જન્સી સેવા કટોકટી સમયે ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અસરકારક કાર્યવાહી કરશે. આ નવી વ્યવસ્થા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિરતા જાળવવા તેમજ નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande