સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઇદે મિલાદ ને લઈને રિહર્સલ હાથ ધરાયું : અનુપમસિંહ ગેહલોત
સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-બપોરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જન્મદિવસ ઉજવણી પોલીસ કર્મચારી અધિકારી સાથે શહેરના રાજમાર્ગ ગ્રાઉન્ડ ઝીરો થી રિહર્સલનું નિરીક્ષણ શરૂ કરાયું અને શહેરના અલગ અલગ ઓવારા પર વિસર્જન ને લઈને કોઈક અનિચ્છનીય બનાવ નહીં બને તેની વિશ
સુરત


સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-બપોરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જન્મદિવસ ઉજવણી પોલીસ કર્મચારી અધિકારી સાથે શહેરના રાજમાર્ગ ગ્રાઉન્ડ ઝીરો થી રિહર્સલનું નિરીક્ષણ શરૂ કરાયું અને શહેરના અલગ અલગ ઓવારા પર વિસર્જન ને લઈને કોઈક અનિચ્છનીય બનાવ નહીં બને તેની વિશેષ તકેદારી રખાય નદી કે દરિયાના કિનારે ગણપતિ વિસર્જન દરમિયાન કોઇ યુવક પાણીમાં ખેંચાઈ ન જાય તે માટે તરવૈયાની ટીમો તૈયાર કરાઈ.

સુરત શહેરમાં આગામી 6 સપ્ટેમ્બર ના રોજ ગણપતિ વિસર્જન યાત્રા ને લઈને આજે બપોરે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના અધિકારી અને બહારથી આવેલા બંદોબસ્તમાં અધિકારી અને જવાન સાથે સુરત શહેરના અલગ અલગ માર્ગ પર રિહર્સલ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને નિર્ધારિત સમયમાં હજારોની સંખ્યામાં ગણપતિ પ્રતિમા નું વિવિધ ઓવારો પર કોઈપણ વિઘ્નો વગર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરોમાં આવી છે સાથે સાથે સુરત શહેરમાં ગણપતિ મંડપ પર એક એક પોલીસ કોન્સ્ટેબલને ગણપતિ વિસર્જન યાત્રા ઝડપભેર કાઢવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઇદે મિલાદ તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખુદ સુરત શહેરની ગુરુવારે સાંજે મુલાકાતે આવ્યા હતા અને શહેર પોલીસ કમિશનર તેમજ સુરત શહેરના તમામ અધિકારીઓ સાથે અત્યંત ઉચ્ચ સ્તરીય મીટીંગ નું આયોજન કર્યું હતું અને આ મીટીંગ અધિકારી સાથે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર જમીર વાબંગ, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર અને રાધાવેન્દ્ર વત્સ, ક્રાઈમ ડીસીપી રોજીયા એસ ઓ જી ના ડીસીપી રાજેન્દ્ર સિંહ નકુમ, ઇકો સેલના ડીસીપી ડો કરણસિંહ વાઘેલા, અન્ય પોલીસ અધિકારીઓ ગણપતિ વિસર્જનની યાત્રા ને લઈને શહેરભરના અલગ અલગ રૂટ પર શુક્રવારે બપોરે રિહર્સલ રાખવામાં આવ્યું હતું જેમાં નિર્ધારિત સમયમાં હજારો મૂર્તિનું સુરત શહેરના વિવિધ ઓવર પર શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ ની પ્રતિમા નું વિસર્જન થાય તે માટે તમામ મિનિટે મિનિટના ગ્રાઉન્ડ ઝીરો શરૂ કરવામાં આવ્યું હતું. તમામ માર્ગ પર અને સુરત શહેરના જેટલા પણ ગણપતિ મંડપ છે તેની પર એક એક પોલીસ કોન્સ્ટેબલ મૂકવામાં આવ્યા છે અને એની ઉપર સુપર વિઝન માટે પોલીસ અધિકારીને મુકાયા છે જેથી કરીને ગણપતિ વિસર્જન યાત્રા જલ્દી શરૂ કરવામાં આવે અને જલ્દીથી તેનું વિસર્જન સુધી પહોંચી શકે તેમ માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમનો પોતાનો જન્મદિવસ પોતાના અધિકારી અને શેરીજનોની વચ્ચે ઉજવી રહ્યા છે ખાસ કરીને સવારથી જ એમને રિહર્સલ આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ અર્થે નીકળ્યા હતા અને લોકોને શુભેચ્છા મુલાકાતો પણ આપી હતી સાથે સાથે સુરત શહેરના સીસીટીવી સાથે ઓન ડેથ કંટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યા હતા જેથી કરીને અનિચ્છનીય બનાવ કે કોઈ ઘટના બને તેને તાત્કાલિક પહોંચી શકે અને કાબૂમાં લઈ શકાય એના પણ રિહર્સલ એક ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેની વિશેષ તકીદારી રાખવા માટે પોલીસ અધિકારીઓને સ્વયંતાથી વર્તન કરવાનો પણ પોલીસ કમિશનર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણપતિ વિસર્જન શહેરના અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળવાની છે અને જેમાં ખાસ કરીને નવ ફૂટ થી ઊંચી મૂર્તિઓને અલગ અલગ રૂટ અને અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરત શહેરના ઓવારા પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગયો વર્ષે વિસર્જનના સમયે ડુમ્મસ ઓવારા પરથી એક યુવક દરિયાઈ પાણીમાં ખેંચાઈ ગયો હતો અને સદનસીબે બાળક સહી સલામત નવસારી પાસેથી માછીમાર રોએ મદદથી બહાર આવ્યો હતો. આ ઘટનાને આધારે પોલીસ કમિશનરે બોધપાઠ લઈને શહેરના વિવિધ પર ફાયર બ્રિગેડ અને શહેર પોલીસના તરવૈયાઓ ની એક આખી ટીમ બનાવવામાં આવી છે જેથી કરીને આવી પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે સાથે સાથે વિવિધ પર ગણપતિ વિસર્જનની પ્રક્રિયા ને પણ અત્યારથી જ ક્રેન અને અન્ય સાધનોને નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ ઘટના ન બને તેની વિશેષતા તકેદારી રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande