જામનગર, 5 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુકેશભાઈ જેસાભાઈ નકુમ નામના ખેડૂતના રહેણાક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનની દિવાલ કૂદીને દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો.
તસ્કરોએ મકાનની અંદર રાખેલા કબાટનો લોક તોડી નાખી તેની અંદરથી રૂપિયાથી 35 હજારની રોકડ રકમ તથા સોનાની બુટ્ટી, ચાંદીની લકી અને પાયલ વગેરે સહિત કુલ રૂપિયા 74,200 ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt