જામનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ
JAMNAGAR, 5 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા મુલાકાત કરી બેઠક યોજવામાં આવી હતી. સાથોસાથ રોગી કલ્યાણ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. હોસ્પિટલમાં જરૂરિયાતના અનેક કામોને આરોગ્ય કમિશનરે મંજુરી આપી હત
ડોક્ટર


JAMNAGAR, 5 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા મુલાકાત કરી બેઠક યોજવામાં આવી હતી. સાથોસાથ રોગી કલ્યાણ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. હોસ્પિટલમાં જરૂરિયાતના અનેક કામોને આરોગ્ય કમિશનરે મંજુરી આપી હતી.

રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ગઈકાલે જામનગર આવ્યા હતાં. તેમણે મેડિકલ કોલેજમાં કોન્ફરન્સ હોલમાં બેઠક પણ યોજી હતી. સાથોસાથ રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી હતી.

આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, ભાજપ પ્રમુખો, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને નાણાકીય સગવડતા અંગે રજૂઆતો થતા તેમને હકારાત્મક અભિગમ અપનાવી જરૂરી કામગીરીની ખાત્રી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande