બોમ્બે મેટલ શાળામાં વિદ્યાર્થીઓએ ભજવી શિક્ષકની ભૂમિકા
પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.): બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાના ધોરણ 1થી 8ના 60 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કરાવ્યું અને શિક્ષક તરીકેની જવાબદારી ભજવી. વિદ્યાર
બોમ્બે મેટલ શાળામાં વિદ્યાર્થીઓએ ભજવી શિક્ષકની ભૂમિકા


બોમ્બે મેટલ શાળામાં વિદ્યાર્થીઓએ ભજવી શિક્ષકની ભૂમિકા


પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.): બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાના ધોરણ 1થી 8ના 60 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કરાવ્યું અને શિક્ષક તરીકેની જવાબદારી ભજવી. વિદ્યાર્થીઓએ આ અનોખા અનુભવ વિશે પોતાના મંતવ્યો પણ વ્યક્ત કર્યા.

દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર શિક્ષક દિન તરીકે ઉજવે છે. શિક્ષણ ક્ષેત્રે આપેલ તેમના યોગદાન બદલ આ દિવસે સમગ્ર દેશ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. શિક્ષક દિનનું મુખ્ય ઉદ્દેશ શિક્ષકોના યોગદાનને માન્યતા આપવાનો અને સમાજમાં શિક્ષકની મહત્તા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પરંતુ વિદ્યાર્થીમાં મૂલ્યનિષ્ઠ જીવન, નૈતિકતા અને શ્રેષ્ઠ માનવી બનવાની પ્રેરણા પણ આપે છે. શિક્ષક દિન નિમિત્તે દરેક શાળામાં વિશેષ કાર્યક્રમો યોજાય છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને તેમના યોગદાન બદલ આભાર માનવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande