પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી તરીકે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકોની ભૂમિકા ભજવી. વિદ્યાર્થીઓએ શાળાનું સમગ્ર શૈક્ષણિક અને વહીવટીતંત્ર સંભાળી લેવામાં આગવી ભૂમિકા નિભાવી.
શાળાના નોન-ટીચિંગ સ્ટાફથી લઈ ટ્રસ્ટ મંડળના હોદ્દેદારો સુધીની તમામ જવાબદારીઓ પણ વિદ્યાર્થીઓએ નિભાવવી. બંને શાળાઓમાં પટેલ ઓમે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, જયાં પટેલ જીયાન્સી શાળાના પ્રમુખ બન્યા. દક્ષ પટેલ, પટેલ આરવ અને રાજગોર ક્રીશીએ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી. યશ પંડ્યા, રાઠોડ પલ અને પટેલ રિયાએ વાઈસ પ્રિન્સિપાલ તરીકે જવાબદારી સંભાળી. ભરવાડ વિજય, પટેલ દૈવીક અને પટેલ મિસ્ટી સુપરવાઈઝરની ભૂમિકામાં હતા.
વિદ્યાર્થીઓએ શારીરિક શિક્ષણ, ક્લાર્ક, રિસેપ્શનિસ્ટ, કમ્પ્યુટર વિભાગ, કેમેરા વિભાગ અને સેવક તરીકેની કામગીરી પણ સફળતાપૂર્વક સંભાળી. શિક્ષક દિનના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે વિવિધ રમતો રમીને આનંદ ઉજયાવ્યો. દરેક વિભાગના જવાબદાર વિદ્યાર્થીઓએ પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ