વડોદરા ગ્રામ્ય SOG દ્વારા કરજણમાં મેફેડ્રોન સાથે ૪ ઈસમોની ધરપકડ
વડોદરા, 5 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત નશાકારક પદાર્થોની અરધી અટકાવવા માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત ગ્રામ્ય SOGની ટિમન
વડોદરા ગ્રામ્ય SOG દ્વારા કરજણમાં મેફેડ્રોન સાથે ૪ ઈસમોની ધરપકડ


વડોદરા, 5 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત નશાકારક પદાર્થોની અરધી અટકાવવા માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત ગ્રામ્ય SOGની ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો મેફેડ્રોન નામના માદક પદાર્થના જથ્થા સાથે વેચાણના ઇરાદે આવતા હોવાનું જાણવા મળ્યું હતું.

આ માહિતીના આધારે SOGની ટિમે તાત્કાલિક કરજણ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું અને શંકાસ્પદ ચાર ઈસમોને અટકાવી તેમની તલાશી લીધી. તલાશીમાં કુલ કિ.રૂ. ૨,૦૬,૭૦૦/- જેટલું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ કેશ અને વાહન સહિત કુલ મુદ્દામાલ રૂ. ૩,૩૦,૮૬૦/- કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

મેફેડ્રોન એક અત્યંત જોખમી નશીલો પદાર્થ છે, જેના સેવનથી યુવાનોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોય છે. આ પ્રકારની દવાઓના ગેરકાયદે વેપાર પર અંકુશ મેળવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત કામગીરી કરી રહી છે. આરોપીઓ વિરુદ્ધ NDPS ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ નશાના વેપારમાં સંડોવાયેલા વધુ શખ્સો સુધી પહોંચવા તપાસનો ધારો વિસ્તૃત કરવામાં આવ્યો છે અને આ નેટવર્કને સંપૂર્ણ રીતે તોડવા માટે ગુપ્તચર માહિતીના આધારે દરોડા યોજવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય SOGની આ સફળ કામગીરીથી કરજણ વિસ્તારમાં ડ્રગ્સનું મોટું જથ્થું બજારમાં પહોંચતા પહેલા જ કબજે કરી લેવાતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

આ કાર્યવાહીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ તંત્ર નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક વલણ અપનાવીને યુવાવર્ગને નશાની વ્યસનગ્રસ્તીથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande