આરટીઓની ડુપ્લીકેટ રસીદો બનાવી ટ્રાફિક ગોડાઉનમાંથી વાહન છોડાવનાર ઠગ ઝડપાયો
સુરત , 5 સપ્ટેમ્બર (હિ.સ.)- આર.ટી.ઓ ની ડુપ્લીકેટ રસીદો બનાવી સરથાણા ટ્રાફિક ગોડાઉનમાંથી વાહન છોડાવવાના કૌભાંડમા સંડોવાયેલ ઠગબાજને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે.કૌભાંડ આચાર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.અને છેલ્લા છ મહિનાથી પોલીસ તેની શોધી રહી હતી. અમર
સુરત


સુરત , 5 સપ્ટેમ્બર (હિ.સ.)- આર.ટી.ઓ ની ડુપ્લીકેટ રસીદો બનાવી સરથાણા ટ્રાફિક ગોડાઉનમાંથી વાહન છોડાવવાના કૌભાંડમા સંડોવાયેલ ઠગબાજને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે.કૌભાંડ આચાર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.અને છેલ્લા છ મહિનાથી પોલીસ તેની શોધી રહી હતી.

અમરોલી પોલીસે મળેલ બાતમીને આધારે આરોપી વિશાલ ઉમેદ ગોસ્વામી ( રહે -ગણેશપુરા હાઉસીંગ, સરકારી સ્કુલની સામે, ગણેશપુરા, સાયણ રોડ, અમરોલી ) ને તારવાડી ઉત્તર બુનીયાદી સ્કુલ પાસેથી ઝડપી પાડ્યો હતો.ત્યાર બાદ પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ આર.ટી.ઓ કચેરીની ડુપ્લીકેટ રસીદો બનાવી સરથાણા ટ્રાફિક ગોડાઉનમાંથી વાહન છોડાવવાનો કૌભાંડ આચાર્યો હતો.આરોપી આરટીઓની બોગસ રસીદો બનાવી વાહનો છોડાવતો હતો.આ અંગે જાણ થતા જ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આરોપી ભાગી ગયો હતો અને.છેલ્લા છ મહિનાથી વોન્ટેડ હતો.પોલીસે તેની તપાસમાં હતી દરમિયાને તેને તાડવાડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande