ખેતી માર્ગદર્શન શિબિર યોજાશે.
અમરેલી , 6 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામમાં આવનાર 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ખેડૂતો માટે વિશેષ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમવાર પ્રાકૃતિક અંજીરની સફળ ખેતી અંગે માર્ગદર્શન આપવા આ શિબિર યોજાઈ રહી છે.
ખેતી માર્ગદર્શન શિબિર યોજાશે.


અમરેલી , 6 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામમાં આવનાર 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ખેડૂતો માટે વિશેષ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમવાર પ્રાકૃતિક અંજીરની સફળ ખેતી અંગે માર્ગદર્શન આપવા આ શિબિર યોજાઈ રહી છે. ખેડૂતોને વૈકલ્પિક પાક પ્રણાલી સાથે નવી તકનીક અને કુદરતી પદ્ધતિઓથી ખેતી કરવાની પ્રેરણા મળે તે આ શિબિરનો મુખ્ય હેતુ છે.

આ શિબિરમાં માર્ગદર્શક તરીકે કૃષિક્ષેત્રે અનુભવ ધરાવતા નિષ્ણાતો પ્રફુલભાઈ સેંજલીયા, પરેશભાઈ ગોસ્વામી, એ.જે. મૂળિયા તેમજ વસંતભાઈ ભંડેરી ઉપસ્થિત રહેશે. તેઓ પ્રાકૃતિક ખેતીના લાભો, અંજીર પાકની ખાસિયતો, જમીનની પસંદગી, સિંચાઈ પદ્ધતિ, જીવાત નિયંત્રણ અને માર્કેટિંગ સુધીના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર સમજ આપશે.

ખેડૂતોને આવકના નવા સ્ત્રોતો વિકસે તે માટે આવી શિબિર મહત્વપૂર્ણ સાબિત થશે. હાલના સમયમાં પરંપરાગત પાકોમાં વધતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા, અંજીર જેવા ફળ પાકની ખેતી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. શિબિર દરમિયાન ખેડૂતોને પ્રાયોગિક ઉદાહરણો અને સફળ કિસ્સાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવશે.

મોટા આકડીયા ગામમાં યોજાનારી આ શિબિરથી ખેડૂતોમાં નવી જાગૃતિ આવશે અને પ્રાકૃતિક ખેતીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande