મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ : અતિભારે વરસાદની આગાહી, નાગરિકોને સાવચેતીનો અનુરોધ
મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરાયેલા સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આવતીકાલે તા. 07/09/2025, રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ
મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ : અતિભારે વરસાદની આગાહી, નાગરિકોને સાવચેતીનો અનુરોધ


મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરાયેલા સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આવતીકાલે તા. 07/09/2025, રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જશવંત કે. જેગોડાએ અખબારી યાદી દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં આવેલ નહેરો, ડેમ સાઈટ્સ, તળાવો, પાણી ભરાતા વિસ્તારો, ડિપ-વે, કોઝ-વે અને જોખમી વિસ્તારોમાં ન જવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ પાણીમાં ન્હાવા, રમવા કે તેમાં ઉતરવા જેવા જોખમી પગલાં ન ભરવા માટે પણ નાગરિકોને આગ્રહપૂર્વક સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રએ ઉમેર્યું છે કે આવનારા દિવસોમાં ધાર્મિક મેળાવડા કે ઉત્સવોને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પાણી ભરાતા સ્થળો આસપાસ સાવચેતીપૂર્વક વર્તવું જરૂરી છે. પ્રકૃતિના વિપરીત માહોલમાં જીવને જોખમમાં મુકનાર કોઈપણ હિંમતખોરીથી દૂર રહેવું એ દરેકની જવાબદારી છે.

જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી પોતાનું અને પરિવારનું રક્ષણ કરવું. સમયસરની સાવચેતીથી જાનહાની તેમજ અનિચ્છનીય બનાવોને ટાળી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande