ગીર સોમનાથના ઓમનાથ મહાદેવ ઉંબા ખાતે, જલજીલણી એકાદશી ની ઉજવણી કરતું સ્વામિનારાયણ ગુરુકુળ
ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ થી ઓમનાથ મહાદેવ - ઉંબા સુધી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારબાદ ઉંબા ખાતે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક ઠાકોરજીનું પૂજન આરતી કરવામાં આવેલ. અને જળજીલવાની અને નૌકાવિહારની ધાર્મિક વિધ
ઓમનાથ મહાદેવ ઉંબા ખાતે


ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ થી ઓમનાથ મહાદેવ - ઉંબા સુધી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારબાદ ઉંબા ખાતે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક ઠાકોરજીનું પૂજન આરતી કરવામાં આવેલ. અને જળજીલવાની અને નૌકાવિહારની ધાર્મિક વિધિ કરવામાં આવેલ. આ પ્રસંગે ગામેગામ થી હરિભક્તો બહોળી સંખ્યામાં હાજર રહી ઠાકોરજીને જળ જીલાવી ધન્યતા અનુભવેલ. ત્યાર બાદ ઠાકોરજીની પાલખીયાત્રા વાજતે ગાજતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે પરત ફરેલ હતી.

તેમજ આજના દિવસનો મહિમા સમજાવતા શા. સ્વા.ભક્તિપ્રકાશદાસજીએ જણાવેલ કે, દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થયો હતો ત્યારથી શ્રધ્ધેય ભગવાન વિષ્ણુ ક્ષિરસાગરમાં શયન કરે છે. તેથી આ એકાદશીને દેવશયની કે દાન એકાદશી કહે છે. જયારે ભાદરવા શુદ એકાદશીએ ભગવાન પડખુ ફેરવે છે, તેથી આ એકાદશી પાશ્વવતની એકાદશી તરીકે પણ પ્રચલિત છે. અને ભગવાનને આ પવિત્ર દિવસે જળ ઝીલવવા ધર્મસ્થાનકની આસપાસના જળસંગ્રહ સ્થાનોમાં વાજતે ગાજતે લઈ જવામાં આવે છે.આથી આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણે આજના મહિમાવંત દિવસે ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો ત્યારથી આ પરંપરા આજની તારીખ સુધી યથાવતપણે ચાલી આવે છે. જે પરંપરા ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પણ ચાલુ રાખેલ. નૌકાવિહારનાં દાણરુપે ભગવાને ગોપીઓ પાસે દહીં માગ્યુ હતુ ત્યારથી આ દિવસે દહીં, ચાંદી અને ચોખાના દાનનો પણ વિશેષ મહિમા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande