ગીર સોમનાથ, 6 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી
નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક, ગીરસોમનાથ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા કરેલ સુચના મુજબ,
એન.એ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓના માર્ગદર્શન અનુસાર તા.૦૩/૦૯/૨૦૨૫ ના એસ.ઓ.જી. સ્ટાફના દેવદાનભાઇ કુંભરવાડીયા એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા પો. હેડ કોન્સ. તથા કૈલાશસિંહ બારડ તથા મહાવિરસિંહ જાડેજા પો.કોન્સ.એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સયુક્તમાં મળેલ ચોક્કસ બાતમી આધારે વલસાડ જીલ્લાના વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૦૨૫ ૦૬૪૭/૨૦૨૫ પ્રોહી ક. ૬૫-એ,૬પઇ,૯૮(૨),૮૧ મુજબના ગુન્હાના કામે નીચે જણાવેલ વિગત મુજબના નાસતા-ફરતા આરોપીને તાલાલા ગુપ્તેશ્વર મહાદેવના મંદીર સામેથી ઝડપી લઇ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા કલમ-૩૫(૧)(જે) મુજબ ધોરણસર કાર્યવાહી કરી તાલાલા પો.સ્ટે. સોંપી આપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ