જૂનાગઢ, 6 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- જૂનાગઢ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા/ જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
તે અંતર્ગત આવતીકાલે તારીખ ૦૬ ના રોજ સવારના ૦૯:૩૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રકારની સ્પર્ધાઓ થકી સમગ્ર રાજ્યમાં કલાને ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આપણા રાસ ગરબાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ