સિદ્ધપુરના બિંદુ સરોવરે માતૃતર્પણ વિધિનું પવિત્ર આયોજન
પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ભાદરવી પૂનમથી સર્વ પિતૃ અમાસ સુધીના 16 દિવસ દરમિયાન માતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ધર્મનગરી તરફ ઉમટી પડે છે. આ વર્ષે 140 ગૌર મંડળના બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવવામાં આવશે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ર
સિદ્ધપુરના બિંદુ સરોવરે માતૃતર્પણ વિધિનું પવિત્ર આયોજન


સિદ્ધપુરના બિંદુ સરોવરે માતૃતર્પણ વિધિનું પવિત્ર આયોજન


પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ભાદરવી પૂનમથી સર્વ પિતૃ અમાસ સુધીના 16 દિવસ દરમિયાન માતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ધર્મનગરી તરફ ઉમટી પડે છે. આ વર્ષે 140 ગૌર મંડળના બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવવામાં આવશે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માતૃતર્પણ કરવા માટે અહીં આવશે. જે શ્રદ્ધાળુઓ સ્નેહવશ કે સંજોગવશ સ્થળ પર આવી શકતા નથી, તેમના માટે ઓનલાઈન શ્રાદ્ધ વિધિની સુવિધા પણ ઉપલબ્ધ છે.

બિંદુ સરોવરનો ઐતિહાસિક અને ધાર્મિક મહિમા વિશાળ છે. ભગવાન નારાયણે અહીં માતા દેવહુતિને સાંખ્ય જ્ઞાન આપ્યું હતું અને માતાના હર્ષના આંસુમાંથી આ સરોવરની રચના થયેલી માન્યતા છે. ભગવાન પરશુરામે પણ માતૃહત્યાના ઋણથી મુક્તિ મેળવવા અહીં પિંડદાન કરેલું. આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે જાણીતું છે અને કારતક તથા ચૈત્ર માસમાં પણ અહીં વિશેષ માતૃતર્પણ વિધિઓનું આયોજન થાય છે.

શ્રદ્ધાળુઓ સરસ્વતી નદીના તટે તર્પણ કરી બિંદુ સરોવરમાં સ્નાન કરે છે અને માતા દેવહુતિ, કર્દમ ઋષિ તથા ભગવાન ગયા ગજાધરના દર્શન કરી પુણ્યલાભ મેળવતા હોય છે. આ તીર્થમાં માતા માટે શ્રાદ્ધ કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande