મનરેગા બચાવવા કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવાના ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે.
મનરેગા બચાવવા કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી


પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવાના ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આ અંગે માહિતી આપી હતી.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ગરીબોના હિત માટેના મનરેગા કાયદાને ખતમ કરવા માગે છે. નેતાઓએ જણાવ્યું કે 2005માં કાયદો પસાર થયો ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ કલ્યાણ સિંહે પણ તેની સહમતિ આપી હતી. ગરીબ, દલિત અને શ્રમિક વર્ગ માટે જીવનદોરી સમાન આ કાયદાને રદ કરવો એ મહાત્મા ગાંધીનું અપમાન હોવાનું કોંગ્રેસે જણાવ્યું.

કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ભોગે મનરેગા કાયદો રદ થવા દેવામાં નહીં આવે. કાયદો ચાલુ રાખવા માટે છેવટ સુધી લડત આપવાની અને ભાજપ સરકાર સામે વિવિધ સ્તરે વિરોધ પ્રદર્શનો તથા કાર્યક્રમો યોજવાની જાહેરાત પાર્ટીએ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande