
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ ખાતે આપણી આસ્થા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા છે. ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે તેમના આગમના પૂર્વે શિવભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો.
વેરાવળ ખાતે ધોરણ ૪ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની નાની એવી બાળા જીનલ દેવેન્દ્રભાઈ જેઠવાએ ભારત માતા બની તિરંગો લહેરાવ્યો હતો. તેમની દેશભક્તિ જોઈ આસપાસના લોકોએ પણ હર હર મહાદેવની સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ વેળાએ સ્ટેજ પરથી કલાકારો એ પણ 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' અને 'યે દેશ હૈ વીર જવાનો કા' જેવા ગીતોથી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ