કડી તાલુકાના થોળ જિલ્લા પંચાયત ખાતે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
મહેસાણા,11 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ થોળ જિલ્લા પંચાયત ખાતે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લો ના જિલ્લા પંચાયત પ્રમુખ બળદેવજી ઠાકોર, તાલુકા પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર, પૂર્વ પ્રમુખ મહેશજી ઠાકોર, તેમજ પ્રવિણભાઈ
કડી તાલુકાના થોળ જિલ્લા પંચાયત ખાતે જન સંવાદ કાર્યક્રમ યોજાયો


મહેસાણા,11 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ થોળ જિલ્લા પંચાયત ખાતે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લો ના જિલ્લા પંચાયત પ્રમુખ બળદેવજી ઠાકોર, તાલુકા પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર, પૂર્વ પ્રમુખ મહેશજી ઠાકોર, તેમજ પ્રવિણભાઈ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જન સંવાદ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોની સમસ્યાઓને સીધી રીતે સાંભળવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, પોષણ યોજનાઓ તથા અન્ય વિકાસના કામો અંગે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. આગેવાનોએ જનતાની વાતોને ગંભીરતાપૂર્વક સાંભળી, સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપી.

પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે જન સંવાદ કાર્યક્રમો દ્વારા વહીવટ અને જનતા વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે, જેના પરિણામે સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિવારણ શક્ય બને છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ મળીને વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande