
- જેડીયુ, બીટીપી, ભાજપ બાદ હવે કોંગ્રેસમાં જોડાયા છે મહેશ વસાવા
ભરૂચ, 10 જાન્યુઆરી (હિ.સ.) : ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ છોટુ વસાવાના પુત્ર અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત તેમણે પ્રતિક્રિયા આપી છે. જેડીયુથી શરૂઆત કરી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ભાજપ થોડો સમય રહ્યાને હવે કોંગ્રેસમાં જોડાયેલ મહેશ વસાવાને લઈ રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આજરોજ તેમણે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવા જોડાયા હોવા સાથે ચૈતર વસાવાએ અમારી સાથે પીએ તરીકે રહી આખી સિસ્ટમ સમજી ગદ્દારી કરી બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યો છે સાથે ચૈતર વસાવા પર ઘણા બધા ગુનાઓ દાખલ છે. આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે. જે તે સામયે આપ અને બિટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા. છોટુ વસાવાના ભાણેજ રાજુ વસાવા અને રજની વસાવા તથા સરપંચો આપમાં જોડાવા મુદ્દે ગદ્દાર ગણાવ્યા હતા. સાથે તેઓએ સંસદ મનસુખ વસાવાના વખાણ કરતા કહ્યું હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું એટલે સાસંદ મારા વિશે ખોટું નહીં બોલે અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ એન્ડ કંપની સાથે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે. દિગ્ગજ નેતા અને પિતા છોટુ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું મારા પિતા છે, મારા ગુરુ છે, ખોટા રસ્તે જવ તો ઠપકો આપી શકે, બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે તેમ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ