
ગીર સોમનાથ 10 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીડૉ. પ્રઘુમન ભાઈ વાજા તથા કાયદો અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ઋષિકુમારો દ્વારા યોજાઈ રહેલા ૭૨ કલાકના અખંડ “ૐકાર જાપ”માં ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અવસરે મંત્રીઓ સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કારડીયાએ પણ અખંડ જાપમાં ભાગ લીધો હતો.
મહાનુભાવોએ સોમનાથ મહાદેવના પાવન દર્શન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાત રાજકોટના ધારાસભ્ય, દર્શિતા બહેન શાહ એ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત આ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા શ્રદ્ધા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ