'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રોશનીથી ઝળહળ્યું સોમનાથનું જોડિયું શહેર વેરાવળ
ગીર સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : પુરાણોમાં જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડ તરીકે છે એવું સોમનાથ (પ્રભાસ પાટણ) ''સોમનાથ સ્વાભિમાન પર્વ'' અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા આતુર બન્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ'' અંતર
રોશનીથી ઝળહળ્યું સોમનાથનું જોડિયું શહેર વેરાવળ*


ગીર સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : પુરાણોમાં જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડ તરીકે છે એવું સોમનાથ (પ્રભાસ પાટણ) 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા આતુર બન્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથ (પ્રભાસ પાટણ)માં હમીરજી ગોહિલની પ્રતિમા, શંખ સર્કલ, લીલાવતી સહિતના સ્થળો રોશનીથી ઝળહળી રહ્યાં છે. આ જ રીતે સોમનાથ (પ્રભાસ-પાટણ) સાથે જેની ઓળખ જોડિયા શહેરની છે, એવા વેરાવળના હાર્દ સમા વિસ્તાર ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્થળોએ રોશની કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે વેરાવળની સટ્ટા બજાર સહિતના સ્થળો રોશનીથી ઝગમગી ઉઠતા હોય છે. આ રોશનીને જોવા માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વેરાવળમાં આવતા હોય છે, એવી જ રીતે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત કરવામાં આવેલી રોશની નિહાળવા માટે નાગરિકો ઉમટી પડ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande