ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગોથી રંગાયું સુરતનું આકાશ
સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.): ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સુરતના નાગરિકો ઉપરાંત વિવિધ સમુદાયોના લોકો અને વિદેશી મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ય
Surat


સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.): ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સુરતના નાગરિકો ઉપરાંત વિવિધ સમુદાયોના લોકો અને વિદેશી મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફેસ્ટિવલ દરમિયાન દેશ-વિદેશના અનોખા, ફેન્સી અને થીમ આધારિત પતંગો આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા. વિશાળ કદના, રંગબેરંગી પતંગોએ સુરતના આકાશને આકર્ષક અને મનોહર બનાવી દીધું હતું. બાળકો, યુવાઓ તેમજ પરિવાર સાથે આવેલા લોકો ઉત્સાહભેર પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ સમુદાયોના લોકો એકસાથે જોડાયા હતા, જેના કારણે સામાજિક એકતા અને સાંસ્કૃતિક સહભાગિતાનો સુંદર સંદેશ મળ્યો હતો. વિદેશી પ્રતિનિધિઓએ ભારતીય ઉતરાયણની પરંપરાને અનોખી અને યાદગાર ગણાવી હતી.

ઉત્સવ દરમિયાન સંગીત અને ઉત્સાહી માહોલ વચ્ચે લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા. નાના બાળકો માટે ખાસ મનોરંજનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે સુરક્ષા અને વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલથી સુરતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂતી મળી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં પણ આવા ભવ્ય કાર્યક્રમો યોજીને સુરતને ઉત્સવોની રાજધાની તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande