શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવાની સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી. અગાઉના મનદુઃખને કારણે બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. ઘટનામા
શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવાની સામાન્ય બાબતે  બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ


પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવાની સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી. અગાઉના મનદુઃખને કારણે બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રથમ પક્ષ તરફથી પ્રકાશભાઈ રામાભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે બોલાચાલી બાદ બીજા દિવસે તેમના દીકરા ચિરાગ પર પથ્થરમારો થયો હતો. આરોપીઓએ લાકડી-ધોકા અને તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બીજા પક્ષે વિજયભાઈ બાબુભાઈ પટણીએ વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ, બોલાચાલીની અદાવતમાં પ્રકાશભાઈ પક્ષે તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારમાં તેમની પત્ની તથા માતાને ઈજા થઈ હતી. તેમજ લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હતો.

પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 11 લોકો સામે રાયોટીંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande