
જૂનાગઢ, 10 જાન્યુઆરી (હિ.સ.) : ટીબીની અસરકારક સારવાર માટે દવાઓ સાથે પોષણયુક્ત આહાર અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકારના પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (PMTBABM) અંતર્ગત વર્ષ ૨૦૨૨ થી ટીબી દર્દીઓને પોષણ સહાય આપવામાં આવી રહી છે.
આ અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તેમજ માળીયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરઓ તેમજ સામાજિક સંસ્થાઓ, દાતાઓ દ્વારા માળીયા હાટીના તાલુકાના જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ પૂરી પાડવામાં આવે છે.
આ બાબતે દર્દી, દર્દીના સગાને સારવાર દરમિયાન પોષણ વિશે માહિતગાર કરી જાણકારી આપવામાં આવે છે. ઉપરાંત દર્દીને પોષણયુક્ત આહાર લેવા માટે સલાહ આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ