ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત તરફ એક પગલું
-ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત તરફ એક પગલું મહેસાણા, 14 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડા મુકામે ચાવડા પ્રદીપસિંહના ફાર્મ પર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ NCC અને સામુદાયિક સેવા ધારા હ
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત તરફ એક પગલું


ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત તરફ એક પગલું


-ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત તરફ એક પગલું

મહેસાણા, 14 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડા મુકામે ચાવડા પ્રદીપસિંહના ફાર્મ પર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ NCC અને સામુદાયિક સેવા ધારા હેઠળના Outreach/Extension Activityના ભાગરૂપે યોજાયો હતો, જેમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ શિબિરમાં એમ.એન. કોલેજના પ્રાધ્યાપક શક્તિ રામાનંદીએ “પ્રાકૃતિક કૃષિ અને સમૃદ્ધ ભારત” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું. તેમણે રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના વધતા ઉપયોગથી જમીનની ઉર્વરતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ પર પડતા ગંભીર નુકસાન વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. સાથે સાથે તેમણે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કેવી રીતે ખર્ચ ઘટાડે છે, જમીનની જીવંતતા જાળવે છે અને ખેતીને લાંબા ગાળે નફાકારક બનાવે છે તેની વિગતવાર સમજ આપી.

વ્યાખ્યાન દરમિયાન જીવામૃત, ઘનજીવામૃત, ગૌમૂત્ર આધારિત કીટનાશક અને દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થયું. કાર્યક્રમમાં અંદાજે 60 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી સત્રમાં પોતાની શંકાઓ રજૂ કરી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે NCCના બે કેડેટોએ સ્વયંસેવક તરીકે સેવા આપી, જેમણે વ્યવસ્થાપન અને ખેડૂત માર્ગદર્શનની જવાબદારી સંભાળી. આ શિબિર ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને પ્રેરણા આપતી એક મહત્વની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande