સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડાશે.
પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડવામાં આવશે જે બાબતે કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો એ સરકારમાં ભલામણ કરી હતી જે અનુસંધાને ખેડૂતોના હિત માટે આ
સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડાશે.


સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડાશે.


સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડાશે.


પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડવામાં આવશે જે બાબતે કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો એ સરકારમાં ભલામણ કરી હતી જે અનુસંધાને ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી રાણાવાવ તાલુકા સહીત ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, ગોપાલભાઈ કોઠારી અને ગોપાલભાઈ ભાદરખા વગેરેએ પાણી છોડવા માટે ભલામણ કરી હતી.જે અનુસંધાને પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતો ને ખેતી માટે પૂરતો લાભમળી રહેશે. આ વિસ્તારના ખેડૂતો એ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમ માંથી પાણી છોડાવવા માટે નિયત ફી ભરવી પડતી હોય છે પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્ય પાણી છોડી ને ખેડૂતો ના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande