

પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાપૂર્ણ અને જવાબદાર સેવા આપવામાં આવી હોવાનો સરાહનીય બનાવ સામે આવ્યો છે.એબીવીપીના એક કાર્યકર્તાને પતંગના દોરા વાગવાથી ગંભીર ઈજા થતા તેઓ રસ્તા પર અચાનક ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ સમય ન ગુમાવતા તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘાયલ કાર્યકર્તાને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ટ્રાફિક પોલીસની ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીથી ઘાયલ કાર્યકર્તાને સમયસર સારવાર મળી, જેના કારણે વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાતી અટકી હતી.
તેમની આ નિષ્ઠાભરી સેવા, માનવતા અને ફરજપરાયણતા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર ટીમ દ્વારા ટ્રાફિક પોલીસના PSI ચૌહાણ તેમજ સમ્રગ ટ્રાફિક પોલીસ સ્ટાફને તુલસીનો છોડ અર્પણ કરીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે તેમની માનવતા, નિસ્વાર્થ સેવા તથા સમાજ પ્રત્યેની જવાબદારીને ગૌરવપૂર્વક બિરદાવવામાં આવી, અને તેમના સેવા ભાવને સમાજ માટે પ્રેરણાત્મક ગણાવવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya