હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો થનગનાટ જોવા મળ્યો વીરરસથી ભરપૂર હમીરજી ગોહિલની શૌર્ય ગાથા અને લોકગીત રજૂ થયા
સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) ''સોમનાથ સ્વાભિમાન પર્વ'' અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો થનગનાટ જોવા મળ્યો હતો. ગણપતિ વંદના થી શરૂ કરી અને હેમંત જોષીએ
હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો


સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો થનગનાટ જોવા મળ્યો હતો.

ગણપતિ વંદના થી શરૂ કરી અને હેમંત જોષીએ ઝડપી 'હનુમાન ચાલીસા', 'આઈગીરી નંદનીની....', 'શ્રીરામ જય રામ....', 'અગડ બમ બબમ....' સહિતના ફ્યૂઝન સ્ટાઈલમાં ભજનો રજૂ કરી અને શ્રદ્ધાળુઓનો થીરકવા મજબૂર કર્યા હતાં.

ફ્યૂઝન ઉપરાંત હેમંત જોશીએ સરહદોની રક્ષા કરતા ભારતમાતાના વીર સૈનિકોને યાદ કરી અને 'તેરી મીટ્ટી મે મીલ જાવા..', 'દેશ મેરે તેરી શાન પે સદકે...' સહિતના વીરરસથી ભરેલા ગીતો પણ રજૂ કર્યા હતાં.

કાર્યક્રમના પ્રારંભે ભવ્યરાજસિંહ રાજપૂત દ્વારા વીર હમીરજી ગોહિલની શૌર્ય ગાથાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. સંત-શૂરા અને દાતારની આ સોરઠભૂમિ પર વીરોની શૌર્યગાથા યુવાઓ માટે પ્રેરણાદાયક બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande