
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે અને પાટણ શહેરમાં પણ ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. લોકો ધાબા પર પતંગ ચગાવી ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરે છે.
આ ઉત્સવ દરમિયાન પાટણ લાયન્સ ક્લબ જેવી સેવાભાવી સંસ્થાઓ ગૌસેવા દ્વારા ઉજવણી કરે છે. લાયન્સ ક્લબ છેલ્લા 14 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરી ગૌશાળાઓને મદદ પહોંચાડી રહી છે.
આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ હિંગળાચાચર બગવાડા દરવાજા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રહીને રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ