'સોમનાથ સ્વાભિમાન પર્વ' સાંસ્કૃતિક કાર્યક્રમોની સુનિયોજીત વ્યવસ્થાને બીરદાવતા જયપુરના શ્રદ્ધાળુ સુરેન્દ્રકુમાર શર્મા
સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઋષિકુમારોના ''શંખનાદ'' અને ''ઓમકાર'' મંત્રના ઉચ્ચારણો સાથે દિવ્ય વાતાવરણમાં ''સોમનાથ સ્વાભિમાન પર્વ''નો ભવ્ય પ્રારંભ થયો હતો. જેમ જેમ આ પર્વ આગળ વધી રહ્યું છે, તેમ તેમ શ્રદ
સોમનાથ સ્વાભિમાન પર્વ'


સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઋષિકુમારોના 'શંખનાદ' અને 'ઓમકાર' મંત્રના ઉચ્ચારણો સાથે દિવ્ય વાતાવરણમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થયો હતો. જેમ જેમ આ પર્વ આગળ વધી રહ્યું છે, તેમ તેમ શ્રદ્ધાળુઓમાં આ પર્વ અંગેનો ઉત્સાહ અને ઉમંગ બળવત્તર બની રહ્યો છે.

જયપુરથી આવેલા આવા જ એક શ્રદ્ધાળુ સુરેન્દ્રકુમાર શર્માએ ઉત્સાહપૂર્વક કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે, તા.૦૮ જાન્યુઆરીના રોજ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો હતો. પરંતુ હવે આ પર્વ તા.૧૫ જાન્યુઆરી સુધી ચાલશે. હું મારા પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને આવ્યો છું. અહીં આવીને અમે દર્શન તો કર્યા જ સાથે-સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ ખૂબ આનંદ માણ્યો છે.

સુનિયોજીત વ્યવસ્થા સાથે અમે સરળતાથી દર્શન પણ કર્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ પણ માણ્યો. આમ કહી તેમણે વહીવટીતંત્રની વ્યવસ્થાઓને વખાણી હતી.

ઉલ્લેખનીય છેકે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેના પરિસરમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોનો બંગાળ, આસામ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના સ્થળોએથી આવેલા ભાવિકો લાભ લઈ રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande