
ગીર સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાતના પાવન પર્વ કોળી સમાજના ઇષ્ટદેવ માધાતા મહારાજની જન્મ જયંતી પ્રસંગે કોળી સમાજ દ્વારા પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શોભાયાત્રા શાંતિનગરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે ધર્મનો જય જયકાર કરતા મોટા કોળી વાળા. દરજી વાળા. રામરાખ ચોક. ભરડાપોળ થઈ રામદેવપીર ડેરીએ ધ્વજારોહણ કર્યું હતું અને વેગડા ભીલ સ્થાનકે ધ્વજારોહણ કર્યું હતું. શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર પાણી અને ઠંડા પીણાના પરબોની સેવા ખડે પગે રહી હતી અને શોભાયાત્રા ના માર્ગને ઠેર ઠેર આજના પ્રસંગે શણગાર કરવામાં આવેલ હતો માધાતા ગ્રુપ આયોજિત આ કાર્યક્રમમાં કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ બામણીયા, માંધાતા પ્રમુખ હિતેશભાઈ બારીયા, ઉપપ્રમુખ કેતનભાઇ પરમાર , કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્ર સોલંકી , ભિડીયા કોળી સમાજના પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ સોલંકી, તળપદા કોળી સમાજના પ્રમુખ સંદીપભાઈ ડાભી. જગદીશ ભાઈ વાજા, વજુભાઇ ગઢીયા તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ