મહેસાણા જિલ્લાના કડીના 6 વર્ષના ઈન્દ્રસિંહ ઠાકોર બન્યા ‘ગ્રાન્ડ માસ્ટર’
મહેસાણા, 16 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાનકડા યોગપ્રેમી ઠાકોર ઈન્દ્રસિંહ જશવંતસિંહજી એ નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારમાં ગૌરવ ઉભું કર્યું છે. October 15, 2019ના રોજ જન્મેલા ઈન્દ્રસિંહે માત્ર 5 વર્ષ અને 8 મહિનાની ઉ
મહેસાણા જિલ્લાના કડીના 6 વર્ષના ઈન્દ્રસિંહ ઠાકોર બન્યા ‘ગ્રાન્ડ માસ્ટર’


મહેસાણા જિલ્લાના કડીના 6 વર્ષના ઈન્દ્રસિંહ ઠાકોર બન્યા ‘ગ્રાન્ડ માસ્ટર’


મહેસાણા, 16 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાનકડા યોગપ્રેમી ઠાકોર ઈન્દ્રસિંહ જશવંતસિંહજી એ નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારમાં ગૌરવ ઉભું કર્યું છે. October 15, 2019ના રોજ જન્મેલા ઈન્દ્રસિંહે માત્ર 5 વર્ષ અને 8 મહિનાની ઉંમરે Dwipada Kokilasana (Two-Legged Cuckoo Pose) યોગાસન 4 મિનિટ અને 34 સેકન્ડ સુધી કરી બતાવ્યું હતું. આ અનોખી યોગસિદ્ધિ બદલ તેમને ‘Grand Master’ નો ખિતાબ આપવામાં આવ્યો છે.

હાલ 6 વર્ષના ઈન્દ્રસિંહ નાની ઉંમરથી જ યોગ પ્રત્યે વિશેષ રસ ધરાવે છે. તેમની આ સફળતાની પાછળ તેમના યોગ ગુરુ ઘનશ્યામભાઈ પટેલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જે પૂજા યોગા ક્લાસિસ – કડી સાથે સંકળાયેલા છે. સતત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને શિસ્તના કારણે ઈન્દ્રસિંહ આ કઠિન યોગાસન લાંબા સમય સુધી કરી શક્યા.

ઈન્દ્રસિંહ અભ્યાસની સાથે યોગ ક્ષેત્રે પણ સતત પ્રગતિ કરી રહ્યા છે. તેઓ શ્રીમતી સીતાબહેન સરસ્વતી શિશુમંદિર આદર્શ વિદ્યાલય – કડીમાં અભ્યાસ કરે છે. તેમના પરિવારજનો અને શિક્ષકો જણાવે છે કે યોગના કારણે ઈન્દ્રસિંહમાં એકાગ્રતા, શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે. મહેસાણા જિલ્લાના કડીના આ નાનકડા યોગવીરની સિદ્ધિ અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે અને યોગને જીવનશૈલી બનાવવાનો સંદેશ આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande