

પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના ધ્યાન હિતેષભાઈ પારેખ જેઓ ચેસમાં સારી એવી કુશળતા ધરાવે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની ઓફિસિયલ ઓનલાઈન રેટિંગ અને ટાઇટલ માટેની વેબસાઈટ worldchess.com પર છેલ્લા ઘણા સમયથી પોતાની કુશળતાથી ACM (એરેના કેન્ડીડેટ માસ્ટર) ટાઈટલ હાંસિલ કર્યું છે. આ સિદ્ધિ બદલ પોરબંદરના આ યુવાન પર ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેઓ ચેસમાં વધુ ને વધુ પ્રગતિ કરે અને પોરબંદરનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya