



પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું આયોજન થતું આવ્યું છે તેવી જ રીતે આ વર્ષે પણ ગિરિરાજ કપ 3.0 ખૂબ સુંદર અને મોટું આયોજન થયું હતું જેમાં પરમ પૂજ્ય 108 વસંતકુમાર મહારાજજી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક જામનગરના મિતેશભાઇ લાલ પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા, મંત્રી રાજુભાઈ લાખાણી, અન્ય સામાજિક સંસ્થાઓના મહાનુભાવો અને પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ સેરેમનીમાં ખાસ ફાયર વર્ક તેમજ ટ્રોફી રીવીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા લોહાણા સમાજના યુવાઓ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવે અને સ્પોર્ટ્સમાં લોહાણા સમાજનું નામ રોશન કરે તેવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવા સંઘના મિત્રો દ્વારા જે આયોજન થયું હતું તેમાં 300 થી પણ વધુ મહાનુભાવોથી માંડીને યુવા મિત્રો ખાસ જોડાયા હતા. આ દરેક સમાજને એક પ્રેરણા રૂપ થાય તેવું આયોજન કરવામાં
આવ્યું હતું. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ લોહાણા મિત્ર મંડળ(પરિમલભાઈ ઠકરાર(ભલાભાઈ), કેપ્ટન વિજયભાઈ લાલચેતાની ટીમ થઈ હતી અને રનર્સઅપ ટીમ રઘુવંશી એકતા પોરબંદર હિતેશભાઈ કારિયા, કેપ્ટન પરાગ ગોકાણીની ટીમ થઈ હતી. વિજેતા ટીમ 11,11/- રોકડ અને રનર્સઅપ ટીમને 5555/- રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ ખેલદિલી માટે જાણીતી છે તેનો ઉત્તમ ઉદાહરણ બંને ટીમના ઓનર અને કેપ્ટન દ્વારા પોતાની જીતેલી રકમ મહાપરિષદ યુવા સંઘ પરત આપી સેવાકીય કાર્યમાં મદદરૂપ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટના સફળ બનાવવા મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, ઉપપ્રમુખ શ્યામ ઠકરાર અને હર્ષિલ મજીઠીયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ, પ્રતીક ઠકરાર, કિશન હિંડોચા અને મિલાપ ફાફડીયા દ્વારા જહમત ઉઠાવી હતી. આ તકે મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા લોહાણા મહા પરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટુ કમિટીના યુવા પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાર અને પોરબંદર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya