
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના વાગોસણ ગામની સીમમાં એસઓજી પોલીસને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ જોવા મળી રહ્યો હતો. તે શખ્સ બાવળની ઝાડીમાં બંદૂક લઈને ફરતો હતો.
સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધવા માટે રેન્જ આઈજી અને પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના મુજબ એસઓજી પોલીસ પીઆઈ જી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમી મેળવી કે, વાગોસણ-પાટિયા રોડની બાજુમાં આવેલા બાવળની ઝાડીમાં એક શખ્સ ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ફરતો હતો. આ બાતમી પર પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો.
પોલીસે સુલતાનભાઈ હશનભાઈ સિંધી (રહે. મહેસાણા, રાધનપુર ચોકડી, લશ્કરી કુવા)ને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપ્યો. આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ મથકે આર્મ્સ એક્ટ કલમ 25(1બી) અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ