પાટણ જિલ્લામાં દારૂ હેરાફેરી સામે કડક કાર્યવાહી, બે શખ્સોને પાસા હેઠળ અટકાયત
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત બે શખ્સોને પાસા હેઠળ અટકાયત કરીને મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક
પાટણ જિલ્લામાં દારૂ હેરાફેરી સામે કડક કાર્યવાહી, બે શખ્સોને પાસા હેઠળ અટકાયત


પાટણ જિલ્લામાં દારૂ હેરાફેરી સામે કડક કાર્યવાહી, બે શખ્સોને પાસા હેઠળ અટકાયત


પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત બે શખ્સોને પાસા હેઠળ અટકાયત કરીને મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ પાટણ એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર સપ્લાયમાં સંડોવાયેલા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરી આપી હતી.

અટકાયત કરાયેલા શખ્સોમાં થરાદના મલુપુર ગામના વશરામ સેંધાભાઈ અજાભાઈ રબારી (ઉ.વ. 39) અને પાટણના મોટા મદ્રેસા વિસ્તારના મુસ્તકીમ કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી (ઉ.વ. 30) નો સમાવેશ થાય છે.

વશરામ રબારી સામે પાટણ તાલુકા, સમી, થરાદ અને ભાભર પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન અને મારામારીના કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમને જુનાગઢની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.

મુસ્તકીમ ફારૂકી સામે પાટણ સીટી એ ડિવિઝન અને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ સહિત પ્રોહીબિશનના પાંચ ગુનાઓ નોંધાયેલા છે. તેમને દાહોદની મધ્યસ્થ જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande