ચલાલાની હંસાબેન રાઠોડ બન્યા મહિલા સશક્તિકરણનું પ્રેરણાસ્ત્રોત, 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલ ગામે રહેતી હંસાબેન રાઠોડ આજે માત્ર એક નામ નહીં પરંતુ ગ્રામિણ મહિલાઓ માટે આશા અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ચૂક્યા છે. સિલાઈ મશીનથી શરૂ થયેલી તેમની સફર આજે 400થી વધુ મહિલાઓને રોજગાર
ચલાલાની હંસાબેન રાઠોડ બન્યા મહિલા સશક્તિકરણનું પ્રેરણાસ્ત્રોત, 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા


ચલાલાની હંસાબેન રાઠોડ બન્યા મહિલા સશક્તિકરણનું પ્રેરણાસ્ત્રોત, 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા


ચલાલાની હંસાબેન રાઠોડ બન્યા મહિલા સશક્તિકરણનું પ્રેરણાસ્ત્રોત, 400થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા


અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલ ગામે રહેતી હંસાબેન રાઠોડ આજે માત્ર એક નામ નહીં પરંતુ ગ્રામિણ મહિલાઓ માટે આશા અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ચૂક્યા છે. સિલાઈ મશીનથી શરૂ થયેલી તેમની સફર આજે 400થી વધુ મહિલાઓને રોજગાર તરફ દોરી ગઈ છે. હંસાબેનની મહેનત, દ્રઢ ઇચ્છાશક્તિ અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાએ અનેક ઘરોમાં ખુશહાલી લાવી છે.

હંસાબેન રાઠોડે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના ઘરેથી જ સિલાઈ કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ લેડીઝ કપડાંની સિલાઈ કરીને પરિવારની આવકમાં સહયોગ આપતા હતા. તે સમયે બાજુમાં રહેતી એક મહિલાએ હંસાબેનને વિનંતી કરી કે “મને પણ આ કામ શીખવો.” હંસાબેને નિસ્વાર્થભાવે તે મહિલાને સિલાઈ કામ શીખવ્યું. થોડા સમયમાં જ તે મહિલા સિલાઈ કામ કરીને આવક મેળવવા લાગી. આ એક મહિલા પછી અન્ય ત્રણ મહિલાઓ પણ હંસાબેન પાસે સિલાઈ શીખવા આવી. હંસાબેને તમામને તાલીમ આપી. આ મહિલાઓ સિલાઈ કામ દ્વારા દર મહિને પાંચથી દસ હજાર રૂપિયાની કમાણી કરવા લાગી. ગામમાં હંસાબેનના કામની ચર્ચા થવા લાગી અને વધુ મહિલાઓ તેમના સંપર્કમાં આવવા લાગી.

હંસાબેને જણાવ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે એકસાથે આઠ મહિલાઓએ તેમને વિનંતી કરી કે “તમારે સિલાઈ કલાસ શરૂ કરવો જોઈએ અને અમને શીખવવું જોઈએ.” શરૂઆતમાં માત્ર એક સિલાઈ મશીનથી તેમણે તાલીમ આપવાનું શરૂ કર્યું. સાધનોની અછત હોવા છતાં હંસાબેને હિંમત હારી નહીં. એક પછી એક મશીન ઉમેરતા ગયા અને ધીમે ધીમે કલાસનો વ્યાપ વધતો ગયો.

છેલ્લા બે વર્ષમાં હંસાબેન રાઠોડે 400થી વધુ મહિલાઓને સિલાઈ અને શિવણ કામની તાલીમ આપી છે. તેમાંમાંથી લગભગ 350 મહિલાઓ આજે સ્વરોજગાર મેળવી રહી છે. કોઈ ઘરેથી કામ કરે છે, તો કોઈએ પોતાનું નાનું સિલાઈ સેન્ટર શરૂ કર્યું છે. ઘણી મહિલાઓ તો પોતાના પરિવારના ખર્ચમાં મોટો સહયોગ આપી રહી છે અને આત્મવિશ્વાસથી જીવન જીવી રહી છે.

હંસાબેનનું કહેવું છે કે “મહિલા જો કૌશલ્યવાન બને તો આખું પરિવાર મજબૂત બને છે.” તેઓ માત્ર સિલાઈ શીખવતા નથી, પરંતુ મહિલાઓને સ્વાવલંબન, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. તેમના પ્રયાસોથી અનેક મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી બહાર આવી પોતાના પગ પર ઊભી થઈ છે.

ચલાલ ગામની હંસાબેન રાઠોડ આજે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. તેમની કહાની સાબિત કરે છે કે સારો વિચાર અને મક્કમ મનોબળ હોય તો એક સામાન્ય મહિલા પણ સમાજમાં અસાધારણ બદલાવ લાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande