કોસ્ટગાર્ડ દ્વારા આઈ.એમ.બી એલ નજીક થી પાકિસ્તાની બોટ સાથે 9 લોકો ને ઝડપી પાડ્યા.
પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)ભારતીય તટ રક્ષક એટલે કે, ઈન્ડિયન કોસ્ટગાર્ડની બોટ જખૌ બંદર પાસે IMBL નજીક પેટ્રિલંગમાં હતી તે દરમિયાન એક અલ મદીના નામની પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં માછીમારી કરતી નજરે ચડી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આ
કોસ્ટગાર્ડ દ્વારા આઈ.એમ.બી એલ નજીક થી પાકિસ્તાની બોટ સાથે 9 લોકો ને ઝડપી પાડ્યા.


પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)ભારતીય તટ રક્ષક એટલે કે, ઈન્ડિયન કોસ્ટગાર્ડની બોટ જખૌ બંદર પાસે IMBL નજીક પેટ્રિલંગમાં હતી તે દરમિયાન એક અલ મદીના નામની પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં માછીમારી કરતી નજરે ચડી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી જેમાંથી કુલ 9 જેટલા માછીમારો ઝડપાયા છે. સંબંધિત એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ માટે આ બોટને પોરબંદર લાવવામાં આવી હતી જ્યાં પોરબંદરના નવીબંદર પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહિ તે મામલે વધુ વિગતો પૂછ પરછ બાદ જ સામે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande