દેવળા ગામે રૂ. ૧ કરોડની નવી પ્રાથમિક શાળાનું ખાતમૂહુર્ત, વિકાસ કાર્યોને વેગ
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) દેવળા ખાતે શિક્ષણ અને માળખાકીય વિકાસને આગળ ધપાવતાં મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના દેવળા ગામે રૂ. ૧ (એક) કરોડના ખર્ચે બનનાર નવી પ્રાથમિક શાળાનું તથા ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી પ્રાથમિક શા
દેવળા ગામે રૂ. ૧ કરોડની નવી પ્રાથમિક શાળાનું ખાતમૂહુર્ત, વિકાસ કાર્યોને વેગ


અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) દેવળા ખાતે શિક્ષણ અને માળખાકીય વિકાસને આગળ ધપાવતાં મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના દેવળા ગામે રૂ. ૧ (એક) કરોડના ખર્ચે બનનાર નવી પ્રાથમિક શાળાનું તથા ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી પ્રાથમિક શાળા ચોકથી પાટી વાળા રસ્તે રૂ. ૫ (પાંચ) લાખના ખર્ચે પેવિંગ બ્લોકના કામનું ખાતમૂહુર્ત ધારીના લોકપ્રિય ધારાસભ્યજે.વી. કાકડીયાના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બિચ્છુભાઈ વાળા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત તાલુકા પંચાયત સદસ્યો, ભાજપના પદાધિકારીઓ, દેવળા અને આસપાસના ગામોના સરપંચો, માજી સરપંચો તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, નવી પ્રાથમિક શાળા બનવાથી ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે ઉત્તમ સુવિધા મળશે અને પેવિંગ બ્લોકના રસ્તાથી ગ્રામજનોને આવનજાવનમાં સહેલાઈ થશે. કાર્યક્રમ દરમ્યાન સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande