જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૯ જાન્યુઆરીના જે.કે.એમ.કોલેજ ખાતે ભરતીમેળો યોજાશે
જૂનાગઢ, 16 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૯ જાન્યુઆરીના જે.કે.એમ.કોલેજ જૂનાગઢ ખાતે ભરતીમેળો યોજાશે. તા.૧૯/૦૧/૨૦૨૬ના રોજ જૂનાગઢ કેળવણી મંડળ સંચાલીત કોમર્સ અને બીબીએ કોલેજ, સરકારી આયુર્વેદીક હોસ્પીટલ પાસે, પંચેશ્વર ટાવર રો
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૯ જાન્યુઆરીના જે.કે.એમ.કોલેજ ખાતે ભરતીમેળો યોજાશે


જૂનાગઢ, 16 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૯ જાન્યુઆરીના જે.કે.એમ.કોલેજ જૂનાગઢ ખાતે ભરતીમેળો યોજાશે.

તા.૧૯/૦૧/૨૦૨૬ના રોજ જૂનાગઢ કેળવણી મંડળ સંચાલીત કોમર્સ અને બીબીએ કોલેજ, સરકારી આયુર્વેદીક હોસ્પીટલ પાસે, પંચેશ્વર ટાવર રોડ, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતીમેળાનુ આયોજન જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા યોજવામાં આવનાર છે. જેમાં બેડીયા ટેકનોકાસ્ટ પ્રા.લી. રાજકોટ, જૂનાગઢ, જ્વેલરી પ્રા.લી., જૂનાગઢ, જોકી એક્ક્ષક્લુસીવ સ્ટોર્સ, જૂનાગઢ તથા લીલા બિઝોટેલ, જૂનાગઢ વગેરે નોકરીદાતાઓ હાજર રહેવાના છે.

જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૩૫ વર્ષ ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ યોજાનાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande